શહેરા તાલુકાના વાઘજીપુર ગામના બુથ નં. ૨૨૧ માં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે sir અંતર્ગત રાજ્ય સભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારે બુથ લેવલ ઓફિસરની મુલાકાત લીધી હતી,અને આ બુથના હાજર કર્મચારીઓ સાથે SIR ની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.બુથ લેવલ ઓફિસર અને ઉપસ્થિત મતદારોને આ કામગીરી મતદાર યાદીની ચોકસાઈ અને સુધારણા માટે ખૂબ જ જરૂરી છે તેની સમજ આપી હતી.