ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સરકારની મળેલ ગ્રાન્ટમાંથી (૧) રૂ.૧૮.૩૭ કરોડના ખર્ચે હિરાલાલ પારેખ સર્કલથી શ્યામજી કૃષ્ણ વર્મા માર્ગના અપનાનગર ચાર રસ્તા (વોલ્કેનો) કોમ્પ્યુટર સુધીના રસ્તાની મુલાકાત તથા (૨) રૂ.૩.૫૬ કરોડના ખર્ચે ઇમરજન્સી રીસપોન્સ સેન્ટરથી હોટલ એમ્પાયર સુધીના રસ્તાનું મનપા કમિશનર મનીષ ગુરવાની દ્વારા મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ, સંજયકુમાર રામાનુંજ, GUDC, PGVCL ના અધિકારીઓની સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.