ગોધરા: અનેક રજૂઆતો બાદ સિગ્નલ ફળીયા મુખ્ય રોડ પર નગર પાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી.
ગોધરા શહેરના સિગ્નલ ફળિયા મુખ્ય રોડ પર છેલ્લા ઘણા સમયથી ગંદકી અને કચરાના ઢગલાને કારણે સ્થાનિકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રસ્તા પર કચરો જમા થવાથી રોગચાળો ફેલાવવાનો ભય પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો હતો. આ અંગે વિસ્તારના રહીશો દ્વારા નગર પાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ રહી ન હતી. જોકે, અનેક રજૂઆતો બાદ આખરે નગર પાલિકા તંત્ર જાગ્યું છે. આજે બપોરે જ નગર પાલિકાની ટીમો દ્વારા સિગ્નલ ફળિયા