ગોધરા સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ નજીક પડેલા ખાડાઓનું રિપેરિંગ કામ આખરે હાથ ધરવામાં આવ્યું છે. આ ખાડાઓને કારણે દર્દીઓ અને તેમને લઈને આવતા ઈમરજન્સી વાહનો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો, ત્યારે આ સમસ્યાના નિરાકરણ માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી વાહનો જ્યારે દર્દીને લઈને ઝડપથી હોસ્પિટલમાં પ્રવેશ કરતા હતા, ત્યારે ખાડાઓના કારણે વાહનોને ધીમા પાડવા પડતા હતા અથવા આંચકા આવતા હતા. જેના કારણે ઈમરજન્સી સારવાર