કાલોલમાં ખાનગી શિક્ષણ સંસ્થા તરીકે નામચીન શાંતિનિકેતન સંકુલના વહીવટી વિવાદના મુદ્દે બે પક્ષકારો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો ગજગ્રાહ છેવટે મારામારી સુધી પહોંચ્યો છે, ગુરુવારે શિક્ષણ સંકુલમાં કબજો જમાવવા માટે એક પક્ષકાર બાઉન્સરો લઇને પહોંચી જતાં બન્ને પક્ષે સર્જાયેલી ખુરશીની ખેંચતાણ અને મારામારીને પગલે શૈક્ષણિક આલમ શર્મશાર બન્યું છે.