બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના ડાયરેક્ટર જનરલ પ્રવીણ કુમારે કચ્છના સરહદી વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે સેક્ટર ભુજ હેઠળ આવતા વિસ્તારોમાં જઈ વર્તમાન સુરક્ષા પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી.મુલાકાત દરમિયાન DG પ્રવીણ કુમારે સરહદ પર તૈનાત જવાનોની તૈયારી અને કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. સાથે સાથે ફોરવર્ડ વિસ્તારોમાં ચાલી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ કાર્યની પ્રગતિનું મૂલ્યાંકન કરી, તેને વધુ સશક્ત બનાવવા અંગે જરૂરી માર્ગદર્શ