ડેડીયાપાડા: ડેડીયાપાડા તાલુકાના બેસણા ગામે મોડેલ સ્કૂલના બાંધકામમાં હલકી ગુણવત્તા ના મટીરીયલ નો ઉપયોગ.
ડેડીયાપાડા તાલુકાના આદિવાસી વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે અને હોસ્ટેલમાં રહી શકે તે માટે અંદાજિત રૂપિયા 22 કરોડના ખર્ચે બેસણા ગામે મોડેલ સ્કૂલ અને હોસ્ટેલ બની રહી છે પરંતુ જાગૃત નાગરિકો દ્વારા વિવિધ સ્થળે રજૂઆત કરવામાં આવી છે જેમાં આક્ષેપો કરાયો છે કે મોડેલ સ્કૂલના મકાનોને હોસ્ટેલની કામગીરીમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ગુણવત્તા યુક્ત કામગીરી કરવાના બદલ ગુણવતા વિહોણી કામગીરી થાય છે.