ઝાલોદ: ઝાલોદ CHC ખાતે ટીબી શંકાસ્પદ દર્દીઓની તપાસ કરાઈ
Jhalod, Dahod | Jul 5, 2025 આજે તારીખ 05/07/2025 શનિવારના રોજ સાંજે 5 કલાક આસપાસ CDHO ડો, ઉદય ટીલાવત THO ડૉ.તુષાર ભાભોર તેમજ PHC મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ઝાલોદ તાલુકાના ડુંગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના ટીબી શંકાસ્પદ દર્દીઓની તપાસ કરાઈ. જેમાં તમામના એક્સ રે,બ્લડ રિપોર્ટ,વજન, ઉંચાઈ,જેવા અન્ય રિપોર્ટ સરકારી હોસ્પિટલ ઝાલોદ ખાતે કરવામાં આવેલ હતા.તેમજ ટીબી રોગ થી બચવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.