તિલકવાડા: તાલુકા સહિત નર્મદા જિલ્લામા કમોસમી વરસાદથી ખેતીને થયેલા નુકસાન સામે ટૂંક સમયમા રાજ્ય સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે
તિલકવાડા તાલુકા સહિત નર્મદા જિલ્લામાં અને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે. ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા ટૂંક સમયમાં રાહત-સહાય પેકેજ જાહેર કરશે તેમ મુખ્યમંત્રીએ ટ્વીટ કરી જણાવ્યું