ઝઘડિયા: ઉમલ્લા APMC ખાતે 'કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ'ની ઉજવણી, ધારાસભ્ય રિતેશ વસાવાએ આપ્યું માર્ગદર્શન.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે પણ એક ભવ્ય કાર્યક્રમ યોજાયો.ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રિતેશ વસાવાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાના 'કૃષિ વિકાસ દિવસ અને રવિ કૃષિ મહોત્સવ'ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.