નડિયાદ: અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને નડિયાદ ક્રાઈમબ્રાન્ચે ઝડપ્યો.
Nadiad, Kheda | Sep 17, 2025 અમદાવાદ ગ્રામ્ય જીલ્લાના ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને નડિયાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો... આજરોજ એલસીબી તરફથી મળતી માહિતી અનુસાર પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાહેબ ના જીલ્લામાં મિલ્કત/શરીર સબંધી ગુનાઓ અટકાવવા તથા આવા ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા જરૂરી સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસો લીંબસી પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાયલા પાટીયા પાસે આવતા બાતમી મળી હતી.