રણાવાસ ખાતે દાંતીવાડા ડેમના પાણી ખેતરોમાં ફૂટી નીકળતા ચોમાસુ પાક નિષ્ફળ ગયો
Palanpur City, Banas Kantha | Oct 20, 2025
પાલનપુર તાલુકાના રણાવાસ ખાતે દાંતીવાડા ડેમના પાણી ખેતરોમાં ફૂટી નીકળતા ખેતરો બેટમાં ફેરવાયા હતા અને ખેડૂતોના મોટા પ્રમાણમાં કરેલા ચોમાસુ વાવેતર નિષ્ફળ ગયું છે ત્યારે આજે સોમવારે બે કલાકે ખેડૂતોએ જણાવ્યું હતું કે અમારે દાંતીવાડા ડેમની સપાટી વધે ત્યારે ખેતરમાં પાણી ફૂટી નીકળે છે અને દરેક વખતે પાક નિષ્ફળ જાય છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરીને સહાય આપવામાં આવે.