થાનગઢ: ખાખરાળી ગમે કોલસાની ખાણ પર તંત્રના દરોડા
ચોટીલા પ્રાંત અધિકારી તથા થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા થાનગઢ તાલુકાના ખાખરાળી ગામના સરકારી સર્વે નંબર ૩૫૬ તથા ખાનગી માલિકીના સર્વે નંબર ૩૫૮, ૩૫૭, ૩૫૯ વાળી જમીનમાં આકસ્મિક દરોડા પાડતા ત્યાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા કુલ ૧૫ કોલસાના કુવાઓ ઉપરથી 120 ટન કોલસાનો જથ્થો, 15 ચરખી તથા 15 બકેટ સહિત 10.80 લાખ રૂપિયાનો મુદામાલ ઝડપી લઇ ખનિજ માફીયાઓ વિરુધ કાર્યવાહી હાથ ધરી હતી.