તા. 15 ડિસે. સાંજે લીંબડી મિલ ક્વાર્ટર માં બનેલી ઘટના સંદર્ભે સરોજ બેન કમલેશભાઇ પરમારે લીંબડી પો.સ્ટે માં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જાહેર માં ગાળો બોલવાની ના પાડતા તેઓ સાથે બોલાચાલી કરી રાજેન્દ્ર કાનજી ચૌહાણ, સંજય કાનજી ચૌહાણ, હેતલબેન ચૌહાણ અને મીના બેન તથા પ્રતિક ભીટોરા વગેરે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો સાથે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ લીંબડી પોલીસ સ્ટેશને નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.