ભરૂચ: નંદેલાવ વિસ્તાર સ્થિત શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયુ
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલા શ્રી સત્ય સાઈ સેવા સમિતિ ખાતે ટ્રસ્ટના સહયોગથી રક્તદાન શિબિર આજે સવારથી યોજાય હતી. આ શિબિરનું ઉદ્ઘાટન ભરૂચ જિલ્લા આચાર્ય સંઘના મહામંત્રી એસ.એસ.પઠાણની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં 350થી વધુ લોકોએ નોંધણી કરી હતી.