પાલિતાણા ડિવિઝન કક્ષાની ડ્રાઈવમાં પાલિતાણા રૂરલ સબ ડિવિઝન નીચેના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પાલિતાણા તાલુકાના માંડવડા1 અને 2 અને અનિડા JGY ફિડરમાં વીજ ચેકિંગની કાર્યવાહી કરાઈ હતી. આ ત્રણેય ગામોમાં વીજ ચેકિંગની 54 રહેણાકી વીજ જોડાણમાંથી 18માં રૂ.5.40 લાખની વીજચોરી પકડી હતી.