ધરણીધર તાલુકાના રાછેણા ગામની સીમમાંથી પસાર થતી માઇનોર કેનાલ બે માં આજે ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો અને કેનાલનું પાણી ખેતરોમાં ફરીવળતા ખેતરો જળબંબાકાર બન્યા હતા અને ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ખેડૂતને થયેલ નુકસાનનું સર્વે કર્યું યોગ્ય સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.