લુણાવાડા: રક્તદાન જાગૃતતા ને લઈને લુણાવાડા ખાતે રેલી યોજાઈ સાંસદ મંત્રી જોડાયા
મહીસાગર જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે નમો કે નામ રક્તદાન કેમ્પેન હાથ ધરવામાં આવ્યું છે અને રક્તદાન કેમ્પ યોજાશે અને વધુમાં વધુ લોકો રક્તદાન કરે તે માટે જાગૃતતા આવે તેને લઈ અને રેલી યોજવામાં આવી હતી શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર સાંસદ જશવંતસિંહ ભાભોર સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાયા હતા બેનર્સ સાથે આ રેલી નીકળી હતી જેમાં આ રક્તદાન કેમ્પમાં જોડાઈ અને વધુમાં વધુ લોકોએ રક્તદાન કરવા અપીલ કરાઈ.