ગોધરા: રેલવે સ્ટેશન નજીક રેલવે યાર્ડ ખાતે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા એક મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું
આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ટ્રેન અકસ્માત જેવી કટોકટીની પરિસ્થિતિમાં ઈમરજન્સી રેસ્ક્યૂ સેવા કઈ રીતે પૂરી પાડી શકાય અને લોકોના જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગે રેલવે કચેરીઓને તાલીમ આપવાનો હતો. આ મોકડ્રીલ દ્વારા, અકસ્માત સમયે રેલવેના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની પ્રાથમિક ફરજો પર ભાર મૂકવામાં આવ્યો, મોકડ્રીલ કાર્યક્રમમાં પશ્ચિમ રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ, PWI, IOW, રેલ્વે પોલીસ RPF મેડિકલ ઓફિસર અને મોટી સંખ્યામાં અન્ય કર્મચારીઓ જોડાયા હતા.