તારાપુર-વટામણ સ્ટેટ હાઈવે ઉપર આવેલા ફતેપુરા ગામના ઓવરબ્રીજ ઉપર પુરપાટ ઝડપે જતા એક કન્ટેનરે આગળ ઉભેલા આઈશરને ટક્કર મારતાં ભીષણ આગ લાગી હતી. જેમાં આઈશર અને અંદર ભરેલ એશીયન પેઈન્ટનું થીનરનો જથ્થો સળગીને ખાખ થઈ જવા પામ્યું હતું. જો કે કન્ટેનર ચાલક ગાડીમાંથી કુદી પડતા તેનો બચાવ થવા પામ્યો હતો.આ અંગે તારાપુર પોલીસે કન્ટેનરના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.