મહુવા: મહુવાની નેહાબેન ભટ્ટે એક પગે અમરનાથ યાત્રા પૂર્ણ કરી
ભાવનગર જિલ્લાના મહુવા શહેરની રહેવાસી નેહાબેન ભટ્ટે અદમ્ય આત્મવિશ્વાસ, અખૂટ મનોબળ અને ભગવાન પ્રત્યેની અડગ શ્રદ્ધાના બળે એક પગે પવિત્ર અમરનાથ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને સૌ માટે પ્રેરણારૂપ સિદ્ધિ હાંસલ કરી છે. જુલાઈ 2021માં બસ અકસ્માતમાં પોતાનો એક પગ ગુમાવ્યા બાદ જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી. પરંતુ નેહાબેને હિંમત ન હારી. તેમણે પર્વતારોહક અરુણીમા સિન્હા અને પ્રખ્યાત નૃત્યાંગના સુધા ચંદ્રનના જીવનમાંથી પ્રેરણા મેળવી જીવનમાં કંઈક અસાધારણ કરવાનો સં