*વડતાલના નામે ગાયોની ગેરકાયદે સ્મગ્લિંગ, માતર પોલીસ એ પકડ્યું રેકેટ* વડતાલના નામનો દુરુપયોગ કરીને ગૌવંશને ગેરકાયદે રીતે કુતલખાને મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગૌરક્ષકોએ પશુઓ ભરેલા વાહનોને પકડી પાડવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. તપાસમાં હેરાફેરી માટે બળોલ ગ્રામ પંચાયતના બનાવટી લેટરપેડનો ઉપયોગ કરાયો હોવાનું ખૂલ્યું છે. જેમાં ગાયોને વડતાલ ગામે મોકલવાનો ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું...