નડિયાદ: મનપાના ટેક્સ વિભાગના અધિકારી પર લાગેલા આક્ષેપને ડે. કમિશનર મહેન્દ્ર દેસાઈએ પાયા વિહોણા ગણાવ્યા
નડિયાદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગના અધિકારી પર દુકાન માલિક દ્વારા લાંચ લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે આ મામલે નડિયાદ મનપાના ડે. કમિશનર મહેન્દ્ર દેસાઈએ મીડિયા સાથેની વાતચીતમાં તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા.