કાલોલ: તેરા તુજકો અર્પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ચોરી થયેલા છ મોબાઈલ રિકવર કરી મૂળ માલિકોને કાલોલ પોલીસે સોંપ્યા
કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા ચોરી થયેલા મોબાઈલ ફોન CEIR હોટલમાં ફોનની વિગત અપલોડ કરી શોધવાની કવાયતો શરૂ કરી કલોલ પોલીસ સ્ટેશનના પીઆઇ આર ડી ભરવાડની સૂચના અને માર્ગદર્શન મુજબ પોર્ટલમાં માહિતી અપલોડ કરી ટેકનિકલ સોર્સીસ ના માધ્યમથી જુદી જુદી કંપનીના છ મોબાઈલ ફોન રિકવર કરી ₹1,55,000 ના મોબાઈલ મૂળ માલિકોને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પરત કરવામાં આવ્યા.