મહેમદાવાદ: બસ સ્ટેશન પાસે તંત્ર દ્વારા ઉભરાતી ગટરની સમસ્યાનું નિરાકરણ કરાતા લોકોએ તંત્ર અને કર્મચારીગણનો માન્યો આભાર # Jansamasya
# Jansamasya : મહે. બસ સ્ટેશન પાસે ઉભરાતી ગટરની સમસ્યાનું તંત્ર દ્વારા કરાયું નિવારણ. ત્યારે વારંવાર રજુઆતો કરવા છતાં પણ કોઈ નિવારણ ન આવતા મીડિયાના માધ્યમથી કરાઈ હતી રજુઆત. ત્યારે સમસ્યાને મીડિયાના માધ્યમથી વાચા આપતાં મહે. નગરપાલિકાના કર્મચારીગણની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી જેટિંગ મશીન દ્વારા પ્રેસર આપી બ્લોક લાઈનોને પાણીનો મારો મારી સાફ કરાઈ. ત્યારે તંત્ર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવતા લોકોએ તંત્ર તૅમજ કર્મચારીગણનો માન્યો આભાર.