ખેરવા ખાતે 'હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી' નો સંદેશ ગુંજ્યો: ઉર્જા મંત્રી યુવાનોને સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે આહવાન
Mahesana City, Mahesana | Dec 24, 2025
આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે સ્વદેશી અભિયાનને વધુ અસરકારક બનાવવા અને યુવાઓમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી આજરોજ ગણપતિ યુનિવર્સિટી, ખેરવા ખાતે 'આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.