મહુવા: મહુવા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશીની લહેર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વિવિધ ગામોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે. મોણપર, ખારી, ગળથર, બગદાણા સહિતના ગામોમાં ગાજવીજ સાથે સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે શરૂ થયેલો વરસાદ અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસ્યો હતો. વાવણીલાયક વરસાદ પડતાં વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને મોટી રાહત મળી છે અને હવે ખેતીની કામગીરીને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.