પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા શહેરના ત્રિમંદિર ખાતે જામનગર, ધ્રોલ અને જોડિયા તાલુકાની "જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન"નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પશુપાલન ખાતાના તાંત્રિક તજજ્ઞો દ્વારા ૩૦૦થી વધુ પશુપાલકોને પશુપાલન થકી સમૃદ્ધિ, આધુનિક પશુપાલન પધ્ધતિઓ, રોગ નિવારણ અને સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.