જામનગર જિલ્લાના અલીયાબાડા સ્થિત પીએમ શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં વિદ્યાલયના ૧૫૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ગણિત અને વિજ્ઞાન વિષય આધારિત ૭૭ જેટલા વિવિધ પ્રોજેક્ટ્સ અને કૃતિઓ રજૂ કરી હતી.