પંચમહાલ જિલ્લાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ અને ઐતિહાસિક નગરી ચાંપાનેર ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ પંચ મહોત્સવ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ દ્વારા આ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પાવાગઢની તળેટીમાં જાણીતા કલાકારો દ્વારા લોકસંગીત, ગરબા અને ક્લાસિકલ ડાન્સની પ્રસ્તુતિ કરવામાં આવશે.