તળાજા: તળાજામાં આડેધડ પાર્કિંગ સામે પોલીસની લાલ આંખ, વાહનો લોક કરી દંડ વસૂલાયો
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી તળાજા પોલીસે આજે આડેધડ પાર્કિંગ સામે ખાસ ડ્રાઇવ હાથ ધરી કડક કાર્યવાહી કરી હતી. છેલ્લા ઘણા સમયથી બજાર વિસ્તાર તેમજ મુખ્ય માર્ગો પર વાહનો ખોટી રીતે પાર્ક થતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાતી હતી, જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. પોલીસ ટીમ દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તાર, મુખ્ય બજાર, ગાંધીચોક સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરાઈ હતી. આ દરમિયાન જાહેર માર્ગો પર ખોટી રીતે પાર્ક