ખેડબ્રહ્મા: શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિરે શરદપૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપુર ઉમટયું
સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે આજે વહેલી સવારથી જ શરદપૂર્ણિમાની લઈ ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. જ્યારે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ દૂર દૂરથી માઈ ભક્તોએ માઁ ના ધામે આવી બોલ મારી અંબે જય જય અંબેના જયઘોષ સાથે ધજા આરોહણ કર્યું હતું. ત્યારે આજે સાંજે 7 સુધીમાં હજારોની સંખ્યામાં માઇ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.