માંગરોળ: ગુજરાત સરકારના રવિ કૃષિ મહોત્સવ અને કૃષિ વિકાસ સપ્તાહ અંતર્ગત માંગરોળ તાલુકાનો કૃષિ મહોત્સવ કાર્યક્રમ શીલ મુકામે યોજાયો
ગુજરાત સરકાર ના રવિ કૃષિ મહોત્સવ, અને કૃષિ વિકાસ સપ્તાહ અંતર્ગત માંગરોળ તાલુકાનો કૃષિ મહોત્સવ કાર્યક્રમ શીલ મુકામે, માંગરોળ વહીવટી તંત્ર અને માન.મામલતદાર શ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી ભાવેશભાઈ ડાભી તેમજ તાલુકાના આગેવાનો અને સરપંચો તથા ખુબ મોટી સંખ્યામાં હાજર રહેલ ખેડૂતો ની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો, જેમાં અધિકારીશ્રી ઓ દ્વારા ખેતી અને નાળિયેરી ને લગતી તેમજ વધુમાં વધુ કૃષિ ઉત્પાદન મળે એ માટે માહિતી આપવામાં આવી હતી