રાપર: પશુપાલન વિભાગે રાપરના જાટાવાડા ગામમાં 3650 ઘેટાં-બકરાનું રસીકરણ કર્યું
Rapar, Kutch | Dec 14, 2025 ઘેટાં-બકરાંના પશુધનને ચેપી રોગોથી સુરક્ષિત રાખવા માટે જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે, રાપર તાલુકાના જાટાવાડા ગામ ખાતે આજે નાયબ પશુપાલન નિયામક ડૉ. આર. ડી. પટેલના માર્ગદર્શન હેઠળ વિશેષ રસીકરણ કાર્યક્રમનું -આયોજન કરવામાં આવ્યું હતું