મહુવા: બોરડી ગામમાં સિંહના આંટાફેરા યથાવત: વાસરડીનું મારણ થતાં ગ્રામજનોમાં ચિંતા
તળાજા પંથકના બોરડી ગામમાં સિંહના આંટાફેરા સતત યથાવત્ રહેતા ગ્રામજનોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ગામની સીમમાં એક સિંહે વાસરડીનું મારણ કરતાં સ્થાનિક પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી સિંહ ગામની આસપાસ અને ખેતર વિસ્તારમાં વારંવાર જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે સિંહની અવરજવર વધતા પશુપાલકો પોતાના માલઢોરની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. વાસરડીના મારણની ઘટનાથી ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ