પુણા સ્થિત પોલારિસ શોપિંગ સેન્ટરમાંથી ડ્રગ્સ બનાવતી લેબ શહેર sog એ ઝડપી પાડી હતી.જે લેબના મહિલા સંચાલક ઈશા પટેલ ને શનિવારે સવારે સાડા દસ વાગ્યે શહેર sog એ પૂછપરછ માટે બોલાવી હતી.સગરામપુરા સ્થિત sog ની ફિલ્ડ ઓફિસ પર આવેલી ઈશા પટેલ ની મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી.જ્યાં ઈશા પટેલ ના નિવેદન નોંધવામાં આવ્યા હતા.ઈશાએ મુખ્ય આરોપી જનક જાગાણી ના કહેવા પર લેબ ભાડા પર આપી હતી.જે ડ્રગની જાણ ઈશા ને નહોતી તેવુ નિવેદન આપ્યું હતું.