ડેડીયાપાડા: ચિકદા તાલુકાના ઝાંક ગામથી AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ સ્વભિમાન યાત્રા શરૂ કરી
સ્વાભિમાની યાત્રા દરમિયાન પ્રજા વચ્ચે રહી ઘરે ઘરે(ફળિયામાં) જઈને લોકોની નાની મોટી સમસ્યાઓ સાંભળીશું, લોકોના સુખ દુઃખના પ્રસંગે આગેવાનો સાથે હાજરી આપીશું: ખોટા કેસમાં ફસાવીને મને જેલમાં મોકલવામાં આવ્યો અને મને મારા સમાજના લોકોથી દૂર કરવામાં આવ્યો હતો: હાલ હું અલગ અલગ ગામોમાં જઈને લોકોના સુખ-દુઃખના વ્યવહારમાં હાજરી આપું છું: