તળાજા: ભાવનગરથી ગુરુ આશ્રમ બગદાણા સુધી સ્કેટિંગ યાત્રા, તળાજામાં ભવ્ય સ્વાગત
ભાવનગરના યુવા સ્કેટર્સ દ્વારા રમતગમત અને શારીરિક તંદુરસ્તીનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી ભાવનગરથી ગુરુ આશ્રમ બગદાણા સુધીની વિશેષ સ્કેટિંગ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે યાત્રા તળાજા શહેર પહોંચી હતી, જ્યાં સ્થાનિક નાગરિકો, રમતપ્રેમીઓ અને આગેવાનો દ્વારા સ્કેટર્સનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્કેટર્સના ઉત્સાહ અને સાહસને લોકોએ વધાવી લીધું હતું. આ યાત્રા અગાઉ યોજાયેલી દ્વારકા સ્કેટિંગ યાત્રાની ભવ્ય સફળતા બાદ આયોજિત કરવામાં