પાલીતાણા: પાલીતાણાના ઠાડચ ગામથી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે પદયાત્રા યોજાશે
ઠાડચ ગામથી શેંત્રુજી ડેમ સુધીની પદયાત્રામા જાહેર જનતાને જોડાવા અનુરોધ અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે ૧૦૨-પાલીતાણા વિધાનસભા મતવિસ્તારમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં આગામી તા.૧૭/૧૧/૨૦૨૫ ના રોજ સવારે ૮ કલાકથી પાલીતાણા તાલુકાના વિવિધ ગામોએ પદયાત્રા યોજાનાર છે.