નવસારી: મરોલીના ડાભેલમાં કાર્યવાહી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા આરોપી સલમાને સુરત ખસેડી સારવાર શરૂ કરાઈ
નવસારીના મરોલીમા પોલીસ પર થયેલા હુમલા બાદ પોલીસે કરેલા ફાયરિંગમ ઈજાગ્રસ્ત આરોપી ને હોસ્પિટલ ખસેડાયો. ધરપકડ દરમિયાન લસ્સીના જમણા પગમાં ગોળી વાગી છે. ગોળી તેના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ, જેના કારણે તેને ફ્રેક્ચર થયું છે. હાલ તેને વોર્ડમાં ખસેડીને એક્સ-રે બાદ તાત્કાલિક સારવાર અપાઈ રહી છે.