સિધ્ધપુર: સિધ્ધપુર બિંદુ સરોવર ફાટક નજીક રેલવે અન્ડરપાસની કામગીરી શરૂ ના થતા સ્થાનિક લોકોએ નગરપાલિકામાં હલ્લાબોલ કર્યો
Sidhpur, Patan | Sep 25, 2025 સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારમાં બિંદુ સરોવર ફાટક નજીક રેલવે અંડરપાસની કામગીરી શરૂ ન થતાં સ્થાનિકોએ નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નગરપાલિકા દ્વારા રૂપિયા 2.97 કરોડના ખર્ચે મંજૂર કરાયેલા આ અંડરપાસનું કામ હજુ સુધી શરૂ નથી થયું.બિંદુસરોવર અને શંકરપુરા વિસ્તારના રહીશોએ નગરપાલિકા કચેરી બહાર 'નગર પાલિકા હાય હાય'ના નારા લગાવ્યા હતા. થોડા સમય પહેલા જ આ વિસ્તારમાં એક મહિલાનું રેલવે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેન નીચે કપાઈને મોત થયું હતું.