અમદાવાદ શહેર: અમદાવાદ પોલીસનું વધુ એક પરાક્રમ, વિદેશથી આવેલા વેપારી પાસેથી દારૂની બોટલ અને રૂપિયા પડાવ્યા
અમદાવાદ પોલીસનું વધુ એક પરાક્રમ બહાર આવ્યું છે. મસ્કતથી આવેલા વ્યક્તિને અમદાવાદ પોલીસનો કડવો અનુભવ થયો. પોલીસે ગુનો નોંધવાની ધમકી આપીને લીકરની બે બોટલ અને નાણાં પડાવી લીધા. નિકોલમાં મુંબઈના વેપારીને રોકીને સાડા ચાર લાખનો તોડ કર્યાની શાહી સુકાઈ નથી, ત્યાં નવી તોડની ઘટના પ્રકાશમાં આવી.