તળાજા: ભાજપે બહુમતી બાદ તળાજા તાલુકા પંચાયત પર જમાવ્યો કબજો
તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી પૂર્ણ તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 17 બેઠકો પર વિજય મેળવી બહુમતી હાંસલ કરી હતી. જ્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને 13 બેઠકો મળી હતી. ઉપરાંત એક બેઠક આમ આદમી પાર્ટી સમર્થિત ઉમેદવાર અને એક બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ હતી. ચૂંટણી બાદ યોજાયેલી વરણી પ્રક્રિયામાં ભા