હાલોલ: હાલોલની શ્રી કૃષ્ણ ગૌશાળામાં ગાયે બે બચ્ચાને જન્મ આપતા અહો આર્શ્ચયમ્
હાલોલ તાલુકા પંચાયત કચેરી સામે આવેલી શ્રી કૃષ્ણ ખાનગી ગૌશાળામાં આજે ગુરુવારના રોજ એક ગૌમાતાએ જોડાકા બચ્ચાઓને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. વિશેષ વાત એ છે કે આ બંને બચ્ચા એક વાછરડો અને એક વાછરડી છે.ત્રણેય ગૌમાતા તથા બંને બચ્ચા સ્વસ્થ છે.પશુચિકિત્સકોના જણાવ્યા મુજબ પશુ જગતમા આવી ઘટના ખૂબ જ દુર્લભ ગણાય છે.હાલોલની ગૌશાળામા આ દુર્લભ પ્રસંગ બનતાં ગૌપ્રેમીઓમાં આનંદ અને આશ્ચર્યનો માહોલ છે.