ભુજ: ભુજની ભાગોળે મેહુલ પાર્કમાં લાખોની ચોરી થતા ચકચાર
Bhuj, Kutch | Oct 30, 2025 શહેરના મુન્દ્રા રોડ પર આવેલ રહેણાંક વિસ્તારમાં મોટી માલમત્તાની ચોરી થઇ હોવાની વાત સામે આવતા ચકચાર ફેલાઈ હતી. આ બાબતે માહિતગાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભુજમાં પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજ દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં ભાગ લેવા માટે નિરોણાનો પરિવાર ભુજ ખાતે આવ્યો છે અને મેહુલ પાર્કમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે. તેઓને જે ઘરમાં આશરો અપાયો ત્યાં મકાનના પાછળની ગ્રીલ તોડી તસ્કરો ઘુસી આવ્યા અને ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે.