ચુડા: ચુડા ના ચાંચકા ગામે સુરપુરા રાવભા દાદા ના કાર્યક્રમ માં ધારાસભ્ય એ હાજરી આપી અને દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું
ચુડા તાલુકા ચાચકા ગામે ઝાલા ક્ષત્રિય સમાજ ના સુરાપુરા દાદા રાવભા દાદા ના સ્થાનકે નવા વર્ષ દિવાળી નિમિત્તે સ્નેહમિલન અને તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી સમ્માનિત કરાયા હતા. ધારાસભ્ય કિરિટસિંહ રાણા, જિલ્લા પંચાયત સદસ્ય તનકસિંહ રાણા, સહિત રાજવી પરિવાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જુના રિવાજો ત્યજી કન્યા કેળવણી તથા યુવાનો એ ઉચ્ચ ટેકનોલોજી સભર શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ભાર મુકાયો હતો