જાંબુઘોડા: જાંબુઘોડા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચોરીના બે ટુ-વ્હીલર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા
જાંબુઘોડા પોલીસે ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન બે ચોરી થયેલા ટુ-વ્હીલર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા,જેનાથી વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનના ચોરીના બે ગુના ઉકેલાયા છે.પોલીસે ચોરીના બંને ગુનાઓનો ભેદ ઉકેલી બંને વાહનો કબજે કર્યા હતા. પોલીસે રાજન નાયક અને અંકિત નાયકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.જેની માહિતી જાંબુઘોડા પોલીસે તા.25 ઓક્ટોબર શનિવારના રોજ સાંજે 7 કલાકે પ્રેસનોટના માધ્યમથી આપી હતી