આંકલાવ: આંકલાવ ઉમેટા રોડ ઉપર બે ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો,ચાલતા જતા મહિલાનુ મોત
Anklav, Anand | Sep 21, 2025 આણંદ જિલ્લાના આંકલાવ નજીક રવિવાર સવારના સમયે પુરઝડપે જઈ રહેલ કાર ચાલકે રોડ ઉપર જતી એક મહિલાને ટક્કર મારી ઈકો કારને અથડાવતાં મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતાં તેણીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક જણને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.