ખેડબ્રહ્મા: તાલુકાના મેત્રાલ અને મેત્રાલ કંપા વિસ્તારમાં મોડી રાત્રે ધોધમાર વરસાદને લઈ મગફળીનો પાક પાણીમાં તરતો જોવા મળ્યો
ખેડબ્રહ્મા શહેર સહિત પંથકના વિસ્તારોમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભર શિયાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. આજે સવારે 4 વાગ્યા ની આસપાસ મેત્રાલ અને મેત્રાલ કંપા નજીકના વિસ્તારમાં ધોધમાર વરસાદ ને લઈ ખેતરમાં રહેલ મગફળી પાણીમાં તરતી જોવા મળી હતી. ત્યારે ખેડૂતે મગફળી ઉપાડીને ખુલ્લી જગ્યામાં નાખી હતી જેનો વિડીયો સો.મીડિયામાં પણ વાયરલ થયો હતો.