કલ્યાણપુર: કલ્યાણપુરના લાંબા ગામે હાર્ટ એટેકથી મહિલાનું મોત, પોલીસ તપાસ શરૂ
કલ્યાણપુરના લાંબા ગામે જી.જી. આર હાઇસ્કૂલ નજીક રહેતા મહિલાનું ઘરે હાર્ટ એટેક આવતા મોત થયું છે. મૃતકના પુત્રની જાણ બાદ કલ્યાણપુર પોલીસે અકસ્માતે મોતના મામલે તપાસ શરૂ કરી છે. પીએસઆઈ એન. એન. વાળા અને હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ કરમુર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે.